SCHOOL EDUCATION શિક્ષણ બજેટ 2023 ગુજરાત બજેટ all pdf downlod
શિક્ષણ વિભાગ માટે કુલ ₹૪૩,૬૫૧ કરોડની જોગવાઇ
શાળા સહાયક વહીવટી કામગરી બાબત સૂચના*
*૩૦૦થી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી ૪,૬૦૦ મોટી શાળાઓ અને ૩૦૦ કરતા ઓછી વિદ્યાર્થી સંખ્યા ધરાવતી ૧,૮૦૦ પે-સેન્ટર શાળાઓ મળી અંદાજે ૬,૪૦૦ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષક પોતાનો પૂરો સમય બાળકોના શિક્ષણ માટે આપી શકે તેવા હેતુથી શાળા સહાયકની નવી યોજના અમલમાં મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ શાળા સહાયકો કોમ્પ્યુટર લેબ, તમામ બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેવી કે દૈનિક રિપોર્ટિંગ, રેકોર્ડ રાખવા, શાળાઓની ઓનલાઈન કામગીરી, જરૂર પડે ત્યારે શૈક્ષણિક કામગીરી સહિતની કામગીરીઓ કરશે*
⭐ ગુજરાત બજેટ 2023 | શિક્ષણ વિભાગ માટે કુલ 43 હજાર 651 કરોડ રૂપિયાની ફાળવણી
⭐ આઠ નહીં હવે 12માં ધોરણ સુધી મફત શિક્ષણ: ગુજરાતનાં બજેટમાં મોટી જાહેરાત, આ વિદ્યાર્થીઓને મળશે લાભ
⭐ આદર્શ નિવસી શાળા માટે 667 કરોડની જોગવાઈ, 10 નવી રક્ષા શક્તિ સ્કુલ શરુ કરાશે.
⭐ 20 હજાર શાળાઓમાં 50 હજાર નવા ઓરડા બનાવશે સરકાર
ગુજરાત રાજ્ય નું બજેટ 2023 pdf downlod
⭐ યુવાનોની કૌશલ્યની તાલીમ માટે 48 કરોડની જોગવાઈ
⭐ મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકિય અને અન્ય સુવિધાઓ માટે ૩૧૦૯ કરોડની જોગવાઇ.
⭐ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૬ થી ૧૨ સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી ૪૦૦ જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ ૬૪ કરોડની જોગવાઈ.
⭐ સૈનિકશાળાઓ સમકક્ષ ૧૦ રક્ષાશક્તિ સ્કૂલ્સ શરૂ કરવા માટે ૫ કરોડની જોગવાઇ.
⭐ સરકારી શાળાઓની માળખાગત સુવિધાઓની જાળવણી માટે ૧૦૯ કરોડની જોગવાઈ.
દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે. શિક્ષણના દરેક તબક્કે માળખાગત સગવડો સુદ્રઢ કરવા, નવતર ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેમજ શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓના શિક્ષણકાળમાં વધારો કરવો એ વૈશ્વિક તકોનો વધારે સારી રીતે લાભ લઇ શકે તે માટે જરૂરી છે. બદલાતી ટેકનોલોજીના પરિવેશમાં અનુકૂલન સાધી શકે તે માટે શિક્ષણ સંસ્થાઓમાં જરૂરી સગવડો આપી નવતર અભ્યાસક્રમો શરૂ કરવા સરકારે આયોજન કરેલ છે.
👉પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ
• મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકિય અને અન્ય સુવિધાઓ માટે '૩૧૦૯ કરોડની જોગવાઇ.
• પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૬ થી ૧૨ સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી ૪૦૦ જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ '૬૪ કરોડની જોગવાઈ.
• સૈનિકશાળાઓ સમકક્ષ ૧૦ રક્ષાશક્તિ સ્કૂલ્સ શરૂ કરવા માટે '૫ કરોડની જોગવાઇ.
• સરકારી શાળાઓની માળખાગત સુવિધાઓની જાળવણી માટે '૧૦૯ કરોડની જોગવાઈ.
• અંદાજે ૬ હજાર મોટી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની વહીવટી કામગીરીનું ભારણ ઓછું કરવા તેમજ શાળાઓમાં આવેલ માળખાકિય સગવડોનું સુવ્યવસ્થિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે '૮૭ કરોડની જોગવાઈ.
• ધોરણ ૧ થી ૮ માં RTE યોજના હેઠળ અભ્યાસ કરેલ હોય તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૮ પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે '૨૦ હજારનું શાળા વાઉચર આપી સહાય કરવા '૫૦ કરોડની જોગવાઈ.
• સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળા તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સમયસર અને કેશલેસ તબીબી સુવિધા મળી રહે તે માટે હેલ્થ કાર્ડ આપવાનું આયોજન.
👉ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ
• ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને સારી ગુણવત્તાના સંશોધનને પ્રોત્સાહન આપતી શોધ યોજના સહિતની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ માટે '૩૯૦ કરોડની જોગવાઈ.
• ગુણવત્તાયુક્ત શિક્ષણ, રિસર્ચ અને ઇનોવેશન, કૌશલ્ય વિકાસ, ટીચર્સ ટ્રેનિંગ તથા વિવિધ અભ્યાસક્રમોના ગુજરાતી ભાષાંતર તેમજ તેને લગતી પ્રવૃત્તિઓ અને ટેક્નોલોજી આધારિત ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવા વિવિધ સવલતો પૂરી પાડવા '૪૦૧ કરોડની જોગવાઇ.
• ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના તાબા હેઠળની સંસ્થાઓમાં ચાલુ બાંધકામ તેમજ મરામતનાં ચાલુ કામો તથા આઇ.ટી. ઉપકરણો માટે '૧૬૯ કરોડની જોગવાઈ.
• નવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ શરૂ કરવા તેમજ હયાત સંસ્થાઓમાં માળખાકિય સુવિધાઓ અને આઈ.ટી. ઉપકરણો ઉપલબ્ધ કરાવવા '૧૫૦ કરોડની જોગવાઈ.
• યુવાનોની સ્ટાર્ટ-અપ સહિતની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઈનોવેશન પોલિસી-૨.૦ અને યુવાનોના આઇડિયાને માઇન્ડ-ટુ-માર્કેટ પહોંચાડવા ઈનોવેશન હબ (I-Center) ખાતે પ્રોટોટાઇપિંગ ડેવલપમેન્ટ સેન્ટર માટે '૭૦ કરોડની જોગવાઈ.
No comments:
Post a Comment