Search This Website

Tuesday 19 September 2023

Gyan Sadhana Scholarship Scheme

 

Gyan Sadhana Scholarship Scheme | જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના


Gyan Sadhana Scholarship જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના : રાજ્ય સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજના જાહેર કરી છે. રાજ્યના તેજસ્વી તારલાઓ માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ

ની જાહેરાત કરવામાં આવી છે. આ નવી શિષ્યવૃત્તિ યોજના વિદ્યાર્થીઓના શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે ફાયદાકારક સાબિત થશે. આ યોજનાનો અમલ શૈક્ષણિક વર્ષ 2023-24થી શરૂ થશે.

Gyan Sadhana Scholarship Scheme: આ યોજનાના અંતર્ગત કુલ 25 હજાર વિદ્યાર્થીઓને ધોરણ. 9-10માં વાર્ષિક 20 હજાર અને ધોરણ. 11-12માં વાર્ષિક રૂ. 25 હજાર શિષ્યવૃત્તિનીની સહાય આપવાની જોગવાઈ કરાઈ છે.



તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાશે

આ યોજનામાં સમાવેશ થતા તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે 25,000 સ્કોલરશીપ આપવામાં આવશે. તેમજ ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક ₹20,000 સ્કોલરશીપ મળશે અને ધોરણ 11 થી 12 સુધીના અભ્યાસક્રમ દરમિયાન વાર્ષિક 25000ની સ્કોલરશીપ આપવામાં આવશે. સ્કોલરશીપની રકમ ડીબીટીના માધ્યમથી સીધી બેંક ખાતામાં જમા થશે તેમજ ધોરણ 1 થી 8માં સરકારી અથવા અનુદાનિત શાળામા સળંગ અભ્યાસ કરવો હોવો જરૂરૂ છે.

જે વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ સારી નથી હોતી આવા ગરીબ પરિવારના બાળકો કે જેમની ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂ. 1.20 લાખ કરતાં ઓછી અને શહેરી વિસ્તારમાં રૂ. 1.50 લાખથી ઓછી હોય તેવા બાળકોનું શિક્ષણ કાર્ય આર્થિક મુશ્કેલીના કારણે અટકે નહીં તેના માટે શિક્ષણ વિભાગ દ્વારા મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના ભાગરૂપે Gyan Sadhana Scholarship Scheme અમલમાં મુકી છે. આ યોજનાના અંતર્ગત કુલ 25 હજાર વિદ્યાર્થીઓને ધોરણ. 9-10માં વાર્ષિક 20 હજાર અને ધોરણ. 11-12માં વાર્ષિક રૂ. 25 હજાર શિષ્યવૃત્તિનીની સહાય આપવાની જોગવાઈ કરાઈ છે. જેના માટે દર વર્ષે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવશે અને તેના મેરીટમાં આવનારા વિદ્યાર્થીઓને લાભ મળશે.


જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના અંતર્ગત લાભની રકમ વિદ્યાર્થીઓના ખાતામાં સીધા જમા કરવામાં આવશે. આ રકમ વિધ્યાર્થીઓની 80% હાજરી મુજબ આપવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી ધોરણ 9થી 12ના અભ્યાસ દરમિયાન કોઈપણ ધોરણમાં નાપાસ થાય, અથવા તો શાળાનું શિક્ષણ વચ્ચેથી છોડી દે છે તો આવા સંજોગોમાં યોજનાનો લાભ મળતો બંધ થઇ જશે. અથવા તો વિદ્યાર્થી સામે કોઈ ગંભીર પગલાં લેવામાં આવે આવા કિસ્સામાં પણ યોજનાનો લાભ મળતો બંધ થઇ જશે.


કસોર્ટીમાં બેસવા માટેની પાત્રતા 

a) સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૮ નો સળંગ અભ્યાસ કરી ધોરણ-૮ માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય,


અથવા


b) આરટીઈ એકટ ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી)ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ૨૫% ની મર્યાદામાં જે તે સમયે ધોરણ-૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ-૮માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય,


c)અને ઉપર (a) અને (b)ના કિસ્સામાં જેઓના વાલીની આવક આરટીઈ એક્ટ, ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા હાલ શહેરી વિસ્તાર માટે રૂ! ૧,૫૦,૦૦૦ (એક લાખ પચાસ હજાર) અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ! ૧,૨૦,૦૦૦ (એક લાખ વીસ હજાર) કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ કસોટી આપી શકશે.

પરીક્ષા ફી..


જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષા માટે કોઇપણ ફી રહેશે નહી.


કસોટીનું માળખુ


પ્રવેશ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Cholce Question-MCQ Based) રહેશે.


પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર ૧૨૦ ગુણનું તથા સમય ૧૫૦ મિનિટનો રહેશે.


પ્રવેશ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે.


પ્રવેશ પરીક્ષામાં નીચે મુજબના વિષય તથા ગુણભાર રહેશે.


જો કોઇ કિસ્સામાં વિદ્યાર્થીઓનું એકસરખુ ગુણાંકન (મેરીટ) આવે ત્યારે પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ નકકી કરવાની આખરી સત્તા રાજય પરીક્ષા બોર્ડની રહેશે.


પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને ૩૦ મિનિટનો વધારાનો સમય મળવાપાત્ર થશે.


અભ્યાસક્રમ


MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૪૦ પ્રશ્નો શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય (Analogy), વર્ગીકરણ (Classification), સંખ્યાત્મક શ્રેણી (Numerical Series), પેર્ટન (Pattern Perception), છુપાયેલી આકૃતિ (Hidden Figure) વિષય આધારિત પ્રશ્નો રહેશે.


SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના ૮૦ પ્રશ્નોમાં ધોરણ-૮ ના ગણિત-૨૦ ગુણ, વિજ્ઞાન-૨૦ ગુણ અને સામાજિક વિજ્ઞાન-૧૫ ગુણ, અંગ્રેજી-૧૦ ગુણ, ગુજરાતી-૧૦, હિન્દી-૫ ગુણ વિષયનો સમાવેશ થશે.



પરીક્ષા કેન્દ્ર:


> પરીક્ષા માટે નોંધાયેલ વિદ્યાર્થીઓની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી/પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. વિદ્યાર્થીએ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વ ખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત રહેવાનું રહેશે.



܀ કસોટીનું પરિણામ અને કામચલાઉ મેરીટ લિસ્ટ

આ કસોટીનું પરિણામ રાજય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે.


જ્ઞાન સાધના પ્રખરતા કસોટીમાં Cut Off કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા નિયામકશ્રી, શાળાઓની કચેરી, ગાંધીનગરને યાદી સુપ્રત કરવામાં આવશે.


ઉપર મુજબની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજોની ખરાઈ જીલ્લા શિક્ષણાધિકારીશ્રીઓએ નિયામકશ્રી, શાળાઓની સૂચના અનુસાર કરવાની રહેશે. તે ખરાઈ પછી જે વિદ્યાર્થીઓ સ્કોલરશીપ માટે પાત્ર થાય છે તેવા બાળકોના કામ ચલાઉ મેરીટ લિસ્ટ (Provisional Merit List) નિયામશ્રી, શાળાઓની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવશે.



રાજ્ય કક્ષાની આ યાદી તૈયાર કરતી વખતે સરકારશ્રીના પ્રવર્તમાન ધારા-ધોરણ મુજબ અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે. અને દરેક કેટેગરીમાં ૫૦% લાભાર્થી કન્યાઓ રહેશે.



ફાઈનલ મેરીટ લિસ્ટ જાહેર કરવાની પ્રક્રિયા


નિયામકશ્રી, શાળાઓ દ્વારા કામચલાઉ મેરીટ લિસ્ટ તૈયાર થયા બાદ તે જાહેર કરવાની રહેશે.



સાથે સાથે સબંધિત વિદ્યાર્થીઓના વાલીને નિયત સમય મર્યાદામાં તેમની પસંદગી મુજબની સ્વનિર્ભર શાળામાં પ્રવેશ મેળવીને તે અંગેની એન્ટ્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાના પોર્ટલમાં કરવા માટે જણાવવામાં આવશે.



વિદ્યાર્થીઓની તેમની પસંદગી મુજબની સ્વનિર્ભર શાળામાં પ્રવેશ મેળવવાની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીઓની અને તેમના વાલીની રહેશે અને તે બાબતે જિલ્લા શિક્ષણાધિકારી


નિયામકશ્રી, શાળાઓની કોઈ જવાબદારી રહેશે નહિં.


કામચલાઉ મેરીટ લિસ્ટ જાહેર થયા બાદ તે લિસ્ટમાં આવેલ વિદ્યાર્થીઓજે કોઈ સ્વનિર્ભર શાળામાં પ્રવેશ માટે અરજી કરે તો તેમને શાળા દ્વારા સહાનુભૂતિ પૂર્વક વિચારણા કરવાની રહેશે.


આ પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓની ફાઈનલ મેરીટ લિસ્ટ (Final Merit List) નિયામકશ્રી, શાળાઓ દ્વારા તૈયાર કરવામાં આવશે.



ઓનલાઈન અરજી કરવાની રીત 


1) આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:.૧૧/૦૫/૨૦૨૩ (બપોરે ૦૩:૦૦ કલાક) થી તા.૨૬/૦૫/૨૦૨૩ (રાત્રીના ૧૨:૦૦ કલાક) દરમિયાન SEB પર ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે. ઉમેદવારે નિયત કરેલ ફોર્મ ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ નીચે મુજબની છે. વિદ્યાર્થીએ અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. 2) અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક online ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ (કેટેગરી) કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી.


3) સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.


4) સરકારી/અનુદાનિત શાળાના વિદ્યાર્થી માટે ફોર્મ ભરવાની વ્યવસ્થા શાળા દ્વારા પણ કરવાની રહેશે.


5) સૌ પ્રથમ SEB ની વેબસાઈટ પર જવું.


6) “Apply Online" પર Click કરવું.

7) Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ Adhar JDI નાખવાનું રહેશે. જેથી વિગતો AUTO FILL જોવા મળશે. જે તપાસી બાકીની વિગતો વિદ્યાર્થીએ ભરવાની રહેશે. (અહીં લાલા") કુંદડીની નિશાની જયાં હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)


B] Confirm Application પર Click કરવાથી વિદ્યાર્થીની અરજીનો બોર્ડમાં online સ્વીકાર થઈ જશે. અહીં Confirm Number Generate થશે. જે ત્યારપછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ વિદ્યાર્થીએ સાચવવાનો રહેશે. વિદ્યાર્થીએ બોર્ડ સાથે કોઈપણ પત્રવ્યવહાર કે રજૂઆત કરતી વખતે પોતાનો આ Confirmation Number દર્શાવવાનો રહેશે.


9) વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી પૈકી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમમાં પ્રવેશ પરીક્ષા આપી શકશે.


અગત્યની સુચનાઓ-

1. આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ જ માન્ય રહેશે. 2. મેરીટ મુજબ જ બાળકોને પ્રવેશ આપવામાં આવશે.


3. પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે SEB વેબસાઈટ જોતા રહેવાનું રહશે.

4. SEB  વેબસાઇટ પરથી આ પ્રવેશ પરીક્ષાના આવેદન પત્રો ઓનલાઇન ભરી શકાશે.


5. ઓનલાઇન અરજી પત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઇ કરવામાં આવતી નથી. આથી વ્યક્તિગત માહિતી તેમજ અન્ય વિગત માટે વિદ્યાર્થી પોતે જ જવાબદાર રહેશે.


6. આ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આવેદનપત્ર ઓનલાઇન ભરાવવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલ હોય તે માહિતીની વિગતો વિદ્યાર્થી દ્વારા છુપાવવામાં આવી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોર્ડને માલુમ પડશે તો તેવા વિદ્યાર્થીના પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષશ્રી, રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે. પરીક્ષાલક્ષી તમામ બાબતો માટે અધ્યક્ષશ્રી રાજ્ય પરીક્ષા બોર્ડનો નિર્ણય આખરી રહેશે.


7. વિદ્યાર્થી ઈચ્છે તો વેબસાઇટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખી શકશે.


7. વિદ્યાર્થી ઈચ્છે તો વેબસાઇટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખી શકશે.


8. હોલ ટીકીટની જાણકારી આપના રજીસ્ટર મોબાઇલમાં એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવશે અથવા આપના દ્વારા SEB વેબસાઇટ ચેક કરતા રહેવુ પડશે. અને આપની શાળા દ્વારા પણ જાણ કરવામાં આવશે.


9. વિદ્યાર્થી હોલ ટીકીટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચે/પાછળ આપેલી સુચનાઓ વિગતવાર અભ્યાસ કરવો. હોલટીકીટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી OMR શીટના નમુના પર છાપેલ તમામ સુચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો ખુબ જરૂરી છે. જેથી પરીક્ષા સમયે કોઇ ગુંચવણ ઉભી ન થાય. 


10. હોલ ટીકીટની કોપી કાઢયાબાદ વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રીના સહી સિકકા તેમજ બાળકે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોલ ટીકીટ પર ચોડવાનો રહેશે.


11. રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાઇ રહેલ આ કસોટી બાબતે વિદ્યાર્થીને લાલય હૈ છેતરપીંડી આચારે તેવા અસામાજિક તત્ત્વોથી સાવધ રહેવા જણાવવામાં આવે છે. કોઇપણ જાતની લાગવગ લાવનાર વિદ્યાર્થીને ગેરલાયક ઠરાવીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.


12. અનુસૂચિત જાતિના તેમજ અનુસૂચિત જનજાતિના કિસ્સામાં સક્ષમ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જે પ્રવેશ વખતે રજુ કરવાનું રહેશે.


13. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી માટે રાજય સરકારે નકકી કરેલા સક્ષમ અધિકારીનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું જાતિ પ્રમાણપત્ર તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા:૨૬/૦૪/૨૦૧૬ ના ઠરાવ ક્રમાંકઃ સશપ/૧૨૨૦૧૫/ ૪૫૫૨૪૬/અ અને આ અંગે વખતોવખતના ઠરાવ મુજબનું સક્ષમ અધિકારીનું ઉન્નતવર્ગમાં સમાવેશ થતો ન હોવાનું (નોન ક્રિમીલીયર સર્ટી) પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈશે અને તે પ્રવેશ સમયે રજુ કરવાનું રહેશે.


14.આર્થિક રીતે નબળા વર્ગોના વિદ્યાર્થીએ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા 14. આર્થિક રીતે નબળા વર્ગોના વિદ્યાર્થીએ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૨૫/૦૧/૨૦૧૯ના ઠરાવ ક્રમાંક: ઇ.ડબલ્યુ.એસ./૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ અને તા.૧૩- ૦૯-૨૦૧૯ ના ઠરાવ ક્રમાંક-ઇ.ડબલ્યુ.એસ./૧૨૨૦૧૯/૪૫૯૦૩/૨ થી નિયત થયેલ નમૂનામા મેળવેલ આર્થિક રીતે નબળા વર્ગો માટેના પ્રમાણપત્ર જોઇશે અને તે પૂર્વેશ સમયે રજુ કરવાનું રહેશે.


15. વિદ્યાર્થી વેબસાઈટ પર ઓનલાઇ ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢીને જરૂરી આધારો જેવા કે, જાતિ પ્રમાણપત્ર . આર્થિક રીતે નબળા વર્ગ, ઉન્નત વર્ગમાં સમાવેશ થતો ન હોવાનું (નોન ક્રિમીલીયર સર્ટી) પ્રમાણપત્ર પૈકી વિદ્યાર્થીને લાગુ પડતા હોય તેવા આધારો પોતાની પાસે રાખવાના રહેશે. તે પ્રવેશ સમયે રજૂ કરવાનું રહેશે. વિદ્યાર્થીના વાલીની આવકનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. આ કસોટીની પાત્રતા માટે શહેરી વિસ્તાર માટે વાલીની આવક રૂ. ૧,૫૦,૦૦૦/- (એક લાખ પચાસ હજાર) અને ગ્રામ્ય વિસ્તાર માટે વાલીની આવક રૂ. ૧,૨૦,૦૦૦/- (એક લાખ વીસ હજાર)] આ અગત્યની બાબત હોય પાત્રતા ધરાવતા હોય તો જ ફોર્મ ભરવા સલાહ છે. પ્રવેશ સમયે આ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે


16.વિદ્યાર્થી પોતાની કમ્પ્યુટરાઈઝ હોલટિકિટ પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે.

17. શિક્ષણ વિભાગના ઠરાવ મુજ્બ આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-૯ થી ૧૦ સુધીના અભ્યાસ માટે વાર્ષિક રૂ! ૨૦,૦૦૦/- અને ધોરણ-૧૧ થી ૧૨ સુધીના અભ્યાસ માટે વાર્ષિક રૂ! ૨૫,૦૦૦/-થી વધુ ફી ધરાવતી સ્વનિર્ભર શાળાની પસંદગી કરશે તો વધારાની ફી ચૂકવવાની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થી/વાલીની રહેશે.

18. ધોરણ-૯ થી ૧૨ ના અભ્યાસ દરમ્યાન વિદ્યાર્થી કોઈપણ ધોરણમાં નાપાસ થાય અથવા તો શાળા છોડી જાય તો આ યોજનાનો લાભ મળતો બંધ થશે.

19. રાજય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષા લેવામાં આવશે. શિષ્યવૃત્તિની સહાય માટે નિયામક્થી શાળાઓની સૂચના મુજબની કાર્યવાહી કરવાની રહેશે.

મહત્વની  લીંક :



સ્કોલરશીપ ની રકમ

આ યોજનામા કટ ઓફ મેરીટ ના આધારે પસંદ થયેલ વિદ્યાર્થીને નીચે મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર છે.


ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 20000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.


ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 25000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.


ધોરણ 9 થી 12 ના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી કોઇ પણ ધોરણમા નાપાસ થાય અથવા શાળા છોડી જાય તો વિદ્યાર્થીને મળતી સ્કોલરશીપ બંધ થશે.


FaQ

જ્ઞાન સાધના પ્રખરતા કસોટી ના ઓનલાઇન ફોર્મ ભરવાની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?




જ્ઞાન સાધના પ્રખરતા કસોટી ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે ?


26-5-2023


જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના મા કેટલી સ્કોલરશીપ મળે છે ?


ધોરણ 9 થી 10 મા વાર્ષિક રૂ.20000 ધોરણ 11 થી 12 મા વાર્ષિક રૂ.25000

No comments:

Post a Comment